રતનમહાલના દુર્ગમ ગામોમાં આદિવાસીઓ સુધી વીજળી પહોંચતા છવાઇ ખુશીની રોશની

વીજળી શક્તિ સ્વરૂપ છે , માનવ જાતિને વીજળી મળ્યા બાદ અનેક સહુલિયત રૂપે શક્તિ મળી છે , ખાસ કરીને દૂરદરાજના વિસ્તારોમાં વીજળી પહોંચ્યા બાદ માત્ર રાત્રીના પ્રકાશની જ સુવિધા જ નહીં , પણ ખુશીઓને નવું સરનામું મળ્યું છે. આ વાતના સાક્ષી બની રહ્યા છે, દાહોદ જિલ્લાના દુર્ગમ વિસ્તારમાં આવેલા ગામો. રતનમહાલનો પર્વત એવો વિસ્તાર છે, જ્યાં વાહનો પણ માંડ પહોંચી શકે છે, ત્યાં આજે વીજળી પહોંચી જતાં આદિવાસીઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
આલેખન : દર્શન ત્રિવેદી
રિપોર્ટ : નિલેશ નિનામા (દાહોદ)
