રમતવીરોને નોકરીની તકો પૂરી પાડવા ‘સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર’ કાર્યરત

રમતવીરોને નોકરીની તકો પૂરી પાડવા ‘સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર’ કાર્યરત
Spread the love

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યના રમતવીરો/ખેલાડીઓને રોજગારી પ્રદાન કરવાના આશયથી ‘સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ એન્ડ એડવાઈઝરી સેન્ટર યોજના-૨૦૨૦-૨૧’ અંતર્ગત તમામ જિલ્લામાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરીઓ ખાતે ‘સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર’ કાર્યરત કરવામાં આવ્યા છે. આ એડવાઈઝરી સેન્ટર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જુની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, પહેલો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત ખાતે કાર્યરત છે.

જેમાં જિલ્લા, રાજ્ય, રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક વિજેતા ૧૮ થી ૩૦ વર્ષની વયના ખેલાડીઓ/રમતવીરોને કે જેઓ હાલ નોકરી ન કરતા હોય અને રમતગમત સાથે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેવા રમતવીરોએ સેન્ટર ખાતે પોતાના નામ, જન્મ તારીખ, આધાર નંબર, સરનામું, મોબાઇલ નંબર, ઈ-મેઇલ એડ્રેસ, તેમજ શૈક્ષણિક લાયકાતો, મેળવેલ સિધ્ધીઓની માહિતી નોંધાવવાની રહેશે. જેથી આ સેન્ટર ખેલાડીઓ/રમતવીરોને નોકરીની સારી તકો મેળવવા મદદરૂપ થશે અને માર્ગદર્શન આપશે. જેથી સુરત શહેર અને જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ/રમતવીરો આ યોજનાનો લાભ મેળવવા નોંધણી કરવવા જિલ્લા રમતગમત અધિકારી (સુરત શહેર/ગ્રામ્ય) એ જણાવાયું છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20200913_152334.jpg

Right Click Disabled!