રવિવારે જનતા કરફ્યુને સફળ બનાવવા રાજપીપળાવાસીઓ લોકો ઘરમાં પુરાઈ ગયા

રવિવારે જનતા કરફ્યુને સફળ બનાવવા રાજપીપળાવાસીઓ લોકો ઘરમાં પુરાઈ ગયા
Spread the love
  • લોકોએ જરૂરી સામાન એડવાન્સમાં ખરીદી લીધો લોકોએ રવિવારે બહારગામ જવાનો કાર્યક્રમ કેન્સલ કર્યો.
  • લોકો ઘરમાં રહીને ફોનથી, નેટના માધ્યમથી સંપર્કમાં રહેશે.
  • રાજપીપળા વાસીઓ મેડિકલ સ્ટોરમાંથી સેનિટાઇઝેશન અને માસ્ક તથા જરૂરી દવાઓની ખરીદી કરી.
  • પાર્ટી, સામાજિક પ્રસંગો મિલન-મુલાકાત ના કાર્યક્રમો રદ કરાયા.
  • આખો દિવસ લોકો ઘરના કામો આટોપશે અને ટીવી દર્શન કરશે.
  • બાળકો ઓનલાઇન અભ્યાસ કરશે, ભક્તો ઓનલાઈન દર્શન કરશે.

ગુજરાતમાં અને દેશમાં કોરોના સંક્રમણથી બચવા માટે વડાપ્રધાન મોદીએ રવિવારે જનતા કરફ્યુ પાડી ઘરોની બહાર નીકળવા લોકોને અનુરોધ કર્યો છે. તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જેમાં રાજપીપળા સહિત નર્મદાવાસીઓ કોરોના સંક્રમણ થી બચવા અને સતર્કતા જાળવવા જનતા કરફ્યુ માનવવા સંકલ્પબદ્ધ બન્યા છે. રવિવારે સામાન્ય રીતે લોકો હરવા-ફરવા કે બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવતા હોય છે પણ બહાર જવાથી ભીડમાં લોકોના સંકટથી કોરોના નો ચેપ લાગી શકતો હોય બહાર ન નીકળવા અને એકબીજાને સ્પર્શ ન કરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે ત્યારે બીજી તરફ લોકોમાં કોરોના ને લઈને મનમાં ડર પણ છે.તેની સાવચેતીના ભાગરૂપે પણ રવિવારે સંપૂર્ણ રજા પાડવાનો રાજપીપળા વાસીઓએ નક્કી કર્યું છે.

જેમાં રાજપીપળામાં શનિવાર રાતથી જ લોકો ઘરમાં પુરાઈ ગયા હતા અને રાતથી જ બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું લોકોએ જરૂરી સામાન એડવાન્સમાં જ ખરીદી લીધો હતો અને લોકોએ રવિવારે બહારગામ જવાનો કાર્યક્રમ કેન્સલ કર્યો હતો. રવિવારે લોકો ઘરમાં રહીને ફોનથી નેટના માધ્યમથી સંપર્કમાં રહેશે. રાજપીપળા વાસીઓએ મેડિકલ સ્ટોરમાંથી સેનેટરાઈઝર અને માસ્ક તથા જરૂરી દવાઓની ખરીદી કરી લીધી હોવાનું જણાવ્યું હતું. એ ઉપરાંત પાર્ટી, સામાજિક પ્રસંગો મિલન-મુલાકાતના કાર્યક્રમો રદ કર્યા છે. આખો દિવસ લોકો ઘણા કામો આટોપશે અને ટીવી દર્શન કરશે. શાળા કોલેજ બંધ હોવાથી બાળકો અને ઓનલાઇન અભ્યાસ કરશે અને ભક્તો ઓનલાઇન દર્શન કરશે આમ રાજપીપળા વાસીઓ રવિવારે જનતા કરફ્યુને સફળ બનાવવા સજ્જ બન્યા છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

IMG-20200321-WA0052.jpg

Right Click Disabled!