રશિયા : વેક્સિન 12 ઑગસ્ટના થશે રજિસ્ટર કરાવશે

રશિયા : વેક્સિન 12 ઑગસ્ટના થશે રજિસ્ટર કરાવશે
Spread the love

રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કહ્યું છે કે રશિયાની વેક્સિન ટ્રાયલમાં સફળ રહી છે અને હવે ઑક્ટોબર મહિનાથી દેશમાં મોટા પાયે લોકોના ટીકાકરણનું કામ શરૂ કરી દેવામાં આવશે તેમણે કહ્યું કે વેક્સિન માટેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે તો ઉપસ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદનેવે કહ્યું કે રશિયા 12 ઑગસ્ટના વિશ્વની પહેલી કોરોના વાયરસ વેક્સિનનું રજિસ્ટ્રેશન કરાવશે.

ગ્રિદનેવે ઉફા શહેરમાં કહ્યું કે આ સમયે વેક્સિન પોતાના ત્રીજા ફેઝમાં છે. આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ તો એ મહત્વનું છે કે વેક્સિન સુરક્ષિત રહે. મેડિકલ પ્રૉફેશનલ અને વરિષ્ઠ નાગરિકોને સૌથી પહેલા કોરોના વાયરસની વેક્સિન આપવામાં આવશે. મંત્રીએ કહ્યું કે આ વેક્સિનની પ્રભાવશીલતા ત્યારે આંકવામાં આવે જ્યારે દેશની જનસંખ્યામાં રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ જશે.વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા રહી સફળઆ પહેલા રશિયાએ કહ્યું હતું કે તેની કોરોના વાયરસ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે.

આ વેક્સિન રશિયાના રક્ષા મંત્રાલય અને ગમલેયા નેશનલ સેન્ટર ફૉર રિસર્ચે બનાવી છે. રશિયાએ કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલમાં જે લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી, તે બધાંમાં સામે રોગપ્રતિકારક ક્ષમતા જોવા મળી છે.આ ટ્રાયલ 42 દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું અને તે સમયે વૉલિંટિયર્સ (વૈજ્ઞાનિક સંશોધકો)ને માસ્કોના બુરદેકો સૈન્ય હૉસ્પિટલમાં કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ લોકો સોમવારે ફરી હૉસ્પિટલ આવ્યા અને તેમની તપાસ કરવામાં આવી. આ દરમિયાન બધાંમાં કોરોના વાયરસ સામે લડવા માટની રોગ પ્રતિકારક ક્ષમતા વધી છે. આ ટેસ્ટના પરિણામ પછી સરકારે રશિયન વેક્સિનના વખાણ કર્યા છે.

corona-vaccine07-08-2020_d.jpg

Right Click Disabled!