રાંદેર પીઆઈ સહિત સંડોવાયેલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં વિલંબ કેમ…?

રાંદેર પીઆઈ સહિત સંડોવાયેલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં વિલંબ કેમ…?
Spread the love

સુરત પોલીસ-ભૂ માફીયાંની સાંઠગાંઠદુર્લભભાઈ આપઘાત કેસમાં રાંદેર પોલીસ સ્ટેશનના કેમેરાનું ડીવીઆર અને 3 પોલીસકર્મીના નિવેદનો નોંધ્યા પોલીસ ફરી મૃતકના ઘરે પહોંચીતમામ આરોપીઓનું છેલ્લું મોબાઇલ લોકેશન સુરતમાં હતું, હાલ મોબાઇલ બંધ દુર્લભભાઈએ આપઘાત કેસમાં રાંદેર પોલીસ સ્ટેશનના સીસીટીવીનું ડીવીઆર જિલ્લા પોલીસે કબજે કર્યા હતા. બીજી ફેબુઆરીએ દુર્લભભાઈના બંગલામાં પર રાંદેર પીઆઈ બોડાણાના કહેવાથી તેમને બોલાવવા આવ્યા ગયા હતા. જેથી ડીવાયએસપીએ રાંદેર પોલીસના પીએસઆઇ સહિત 3 પોલીસકર્મીના નિવેદનો લીધા હતા. આ દરમિયાન રાંદેરનો પીઆઈનો કેશિયર અજય બોપાલા પણ ત્યાં આવ્યો હતો પીએસઆઈ અને તેનો સ્ટાફ ગયા પછી અજય બોપાલા ત્યાં વાત કરવા રોકાયો હતો.

પીએસઆઈને એવુ કહ્યું હતું કે પીઆઈએ અજયને અરજીના કામે મોકલ્યો હશે. એટલે તેઓ ત્યાંથી કાકાને પીઆઈનો મેસેજ આપી રવાના થયા હતા. તપાસનીશ રૂપલ સોલંકીએ જણાવ્યું કે રાંદેર પોલીસ મથકમાં દુર્લભભાઇની સંમતિ વગર જે ડોક્યુમેન્ટ નોટરી થયા હતા તે બાબતે નોટરીનું નિવેદન લેવાતા તપાસમાં સમર્થન મળ્યું છે.બીજી તરફ ગુનો દાખલ થતા તમામે મોબાઇલ બંધ કરી દીધો છે. છેલ્લુ લોકેશન સુરતનું મળ્યુ હતું. બિલ્ડર રાજુ ભરવાડ, હેતલ દેસાઈ, કિશોર કોશિયા કનૈયા નરોલા, ભાવેશ સવાણી, રાંદેર પીઆઈ બોડાણા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, રાઇટર કિરણ સિંઘ અને રાંદેરનો કેશિયર અજય બોપાલાનું છેલ્લું લોકેશન સુરત આવતું હતું, કેમ કે પોલીસ મોબાઇલ ચાલુ કરશે તો લોકેશન આધારે શોધી નાખશે તે પહેલા તમામે આરોપીએ ગુનો નોંધાયો તે દિવસથી મોબાઇલ ઓલવી નાખ્યા હતા.

આરોપી કનૈયા નરોલા વિદેશમાં હોવાથી પાસપોર્ટ ઓફિસને લેખિતમાં જાણ કરી પ્રોસેસ કરાશે

આરોપી કનૈયા નરોલા વિદેશમાં હોવાની ખબર પડતા પોલીસે પાસપોર્ટ ઓફિસમાં લેટર લખી જાણ કરી છે અને લુક આઉટ નોટીસ આપવાની તૈયારી શરૂ કરી છે. જમીનનો ભાવ 21 હજાર પ્રતિ વાર હતો 35 હજાર કિશોર કોશિયાએ 13 કરોડનો બોજો ન ચુકવતા દુર્લભભાઈ સાથે વિવાદ વકર્યો હતો પાટીદાર અગ્રણી દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં વિવાદનું કેન્દ્ર બનેલી પીસાદની હજાર વાર જેટલી જમીનના ભાવ સતત વધતાં ગયા હતા. બીજી તરફ નોટિસ અને ચેકથી ચૂકવવાની થતી રૂપિયા ત્રણ કરોડની રકમ મામલે વિવાદ સતત વધતો જ રહ્યો હતો.

જે અંતે દુર્લભ પટેલને આત્મહત્યા સુધી પ્રેરી ગયો હતો અલબત્ત પોલીસ તપાસ ચાલી રહી હોય આવનારા સમયમાં જમીન વિવાદમાં અત્યાર સુધી છુપા રહેલાં અનેક રહસ્ય પરથી પડદાં ઉંચકાઈ શકે છે જમીનનો સોદો થયો ત્યારે અને હાલ બજાર કિંમતમાં 20 કરોડ જેટલો ઉછાળો આવ્યો છે. હાલ પિસાદ વિસ્તારમાં રેલવે લાઇનની આજુબાજુના લોકેશન પ્રમાણએ રેટ ચાલે છે. એવરેજ અહીં 35 હજાર વારનો ભાવ છે. જમીનનો સોદો કોશિયા અને દુર્લભ પટેલ વચ્ચે માર્ચ 2014માં થયો હતો. જે તે વખતે પિસાદ 21 હજારની નજીક વારનો ભાવ ચાલી રહ્યો હતો જો કે, સોદો 24 કરોડમાં નક્કી થયો હતો બાકીની રકમ ચેકમાં ચૂકવવાનું નક્કી કરાયુ હતુ અને ત્રણ કરોડ જેટલી જ રકમ ચૂકવવાની બાકી હતી તે વખતે પણ દસ્તાવેજ થયો નહતો.

પરંતુ આ દરમિયાન જ ઓગષ્ટ 2016મા આઇટીના દરોડા કિશોર કોશિયાને ત્યાં પડ્યા હતા જેમા જમીનને લગતા ડોકયુમેન્ટ જપ્તા કરાયા હતા. એક સાટાખત મરનાર દૂર્લભભાઇ સાથેનો હોય તેમના સુધી પણ તપાસનો રેલો ગયો હતો જેમાં વિવિધ પેનલ્ટી અન કેપિટલ ગેઇન સહિત મળી કુલ 13 કરોડની રિકવરી નિકળી હતી એટલે કિશોર કોશિયાએ આ ઇશ્યુનો નિકાલ કરવાની જવાબદારી લીધી હતી પરંતુ તેનો નિકાલ આવ્યો ન હતો અને બીજી તરફ ત્રણ કરોડ રૂપિયા પણ ચૂકવાયા નહતા એટલે છેક ત્રણ વર્ષ સુધી આ ઇશ્યુ ચાલ્યો હતો અને જાન્યુઆરી, 2020માં રાંદેર પોલીસ મથકમા અરજી કરવામાં આવી હતી. આઇટીએ એક જ રકમ પર બંનેને ઘેર્યા હતા 18 કરોડની એક જ રકમ પર દુર્લભ અને કોશિયા બંનેની ઉઘરાણી કાઢી હતી દુર્લભ પર રોકડ સ્વીકારવા માટે અને કોશિયા પર રોકડ આપવા બાબતે પેનલ્ટીઓ લગાવી હતી.

એવું પણ કહેવાય છે કે કોશિયા સોદામાંથી બહાર આવવા માટે અન્ય પાર્ટીને પણ લઇ આવ્યો હતો. ઘટનાને અઠવાડિયું છતા ધરપકડ નહીં આરોપીને મદદગારીમાં પડદા પાછળ કેટલાક પોલીસકર્મીઓ કામ કરતા હોવાની આંશકા બિલ્ડર રાજુ ભરવાડ, હેતલ દેસાઈ, કિશોર કોશિયા, કનૈયા નરોલા, ભાવેશ સવાણી, રાંદેર પીઆઈ બોડાણા ઉધનાનો કોન્સ્ટેબલ વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, રાંદેરનો રાઇટર કિરણ સિંઘ અને રાંદેરનો કેશિયર અજય બોપાલા શોધવા માટે એસઆઈટીની 4 ટીમોએ તપાસ શરૂ કરી છે.પરંતુ એકપણ આરોપી મળી આવ્યા ન હતા. આરોપીઓને ભગાડવામાં પડદા પાછળ કેટલાક પોલીસ કર્મીઓ કામ કરતા હોવાની આશંકા છે જેના કારણે આરોપી પોલીસના હાથમાં આવતા નથી. બીજી એવી પણ વાત છે કે આરોપીઓ પહેલા આગોતરા માટેની તૈયારી કરી રહ્યા હોવાની વાત છે અને તેમાં કંઈ ન થાય તો પોલીસમાં હાજર થાય શકે તેવી શક્યતા છે.

0.jpg

Right Click Disabled!