રાજકોટમાં કોરોનાનો વધુ એક કેસ આવ્યો , સંક્રમિત દર્દીઓની સંખ્યા 178 થઇ

રાજકોટમાં કોરોનાનો વધુ એક કેસ આવ્યો , સંક્રમિત દર્દીઓની સંખ્યા 178 થઇ
Spread the love

રાજકોટ શહેર જીલ્લામાં દરરોજ ૨ થી વધારે કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક કેસ સામે આવ્યો છે. કોઠારિયા રોડ શ્રધ્ધાપાર્કમાં રહેતા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે વધુ એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ નોંધાયેલ કેસ વિસ્તારમાં દોડી ગઈ છે. અને જરૂરી કામગીરી હાથ ધરી છે. રાજકોટ શહેર જીલ્લામાં વધુ એક કેસ નોંધાતા કુલ કેસનો આંક ૧૭૮ થયો છે. જેમાં શહેરના ૧૨૧ અને ગ્રામ્યના ૫૭ સહિત કુલ.૧૭૮ કેસ થયા છે. શુક્રવારે રાત્રે પણ રાજકોટમાં બે કેસ નોંધાયા હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200620-WA0031.jpg

Right Click Disabled!