રાજકોટમાં કોરોના પોઝીટીવ કેસ : ટીમ બનાવી વિસ્તારની મુલાકાત લેતા કોંગી નગરસેવકો

રાજકોટમાં કોરોના પોઝીટીવ કેસ : ટીમ બનાવી વિસ્તારની મુલાકાત લેતા કોંગી નગરસેવકો
Spread the love

રાજકોટ મહાનગરપાલિકાનાં વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં શહેરમાં વોર્ડનં.૧૬માં જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાના પોઝીટીવ કેસ મળતા રાજકોટ મનપાનું આરોગ્ય તંત્ર અને સરકારનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના ચુંટાયેલ કોર્પોરેટરો અને કોંગી આગેવાનોએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. અને વિસ્તારને લગત આરોગ્યકેન્દ્રની મુલાકત કરી હતી. અને વાસ્તવિક કામગીરી કરવા અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરવાની સલાહ પણ વિપક્ષીનેતા સાગઠીયા દ્વારા આપવામાં આવી હતી.

જંગલેશ્વર શેરીનં.૧ થી ૩૭ તેમજ લેઉંઆ પટેલ સોસાયટી શેરીનં.૧ અને ૨ મુલાકાત લઇ સ્થાનિક આગેવાનો અને વિસ્તારવાસીઓને મળી કોરોના વિષે માહિતી આપી અને લોકોને ખોટી રીતે ડરવા અને સમૂહમાં બિનજરૂરી ભેગા થવા ટાળવું તેમજ એક બીજા સાથે નમસ્કારની મુદ્રામાં મળવાનું રાખવું અને લોકોને કોરોના વિષે જે ખોટી અફવા ફેલાય છે. તેનાથી દુર રહેવું વગેરે બાબતો સલાહ સુચનો આપ્યા હતા.

આ તકે ટીમ બનાવી વિસ્તારની મુલાકાત લેતા રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષનાના નેતા વશરામભાઈ સાગઠીયા, વોર્ડ નં.૧૬ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર વલ્લભભાઈ પરસાણા. હારૂનભાઈ ડાકોરા. રસીલાબેન સુરેશભાઈ ગરૈયા. સ્નેહાબેન બીપીનભાઈ દવે. આગેવાનો હાજીભાઈ ઓડિયા. સુરેશભાઈ ગરૈયા. ઈદ્રીશ ઉમરેટીયા. હકુભાઈ સોરા. મકસુદ ચાવડા. સાકીરભાઈ. સિકંદરભાઈ ડાકોરા. રોજીનાબેન ઠેબા. વગેરે કોંગ્રેસપક્ષના આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200320-WA0238.jpg

Right Click Disabled!