રાજકોટરમાં વધુ 1 કેસ : 25 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટિવ

રાજકોટરમાં વધુ 1 કેસ : 25 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટિવ
Spread the love

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોઝિટિવ આવેલ દર્દીના નજીકના સંપર્કમાં આવેલ લોકોને ક્વોરોન્ટાઈન કરવાની કામગીરી હાલ ચાલુ છે. આજની સ્થિતિએ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસ ૧૨૫ થયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૬૮ સહિત જીલ્લામાં ૧૯૩ કેસ થઇ ચૂક્યા છે. મોરારીનગર-૩, નંદા હોલ પાસે, બાબરીયા કોલોનીમાં રહેતા ૩૫ વર્ષીય રેખાબેન યોગેશભાઈ ખેરનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. રેખાબેન સિકલ સેલ એનિમિયાની બીમારીથી પીડાય રહ્યા છે. જ્યારે રેખાબેનના પતિ યોગેશભાઈ વેલજીભાઈ ખેર શક્તિમાન ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. આ ઉપરાંત તેઓના વિસ્તારમાં અન્ય ૨-૩ વ્યક્તિઓ રહે છે. જે શક્તિમાન ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200624-WA0032.jpg

Right Click Disabled!