રાજકોટ : અરવિંદભાઇ મણિયાર હોલનું કામ ઝડપથી પુરૂં કરવા મ્યુનિ. કમિશનરનો આદેશ

રાજકોટ : અરવિંદભાઇ મણિયાર હોલનું કામ ઝડપથી પુરૂં કરવા મ્યુનિ. કમિશનરનો આદેશ
Spread the love

રાજકોટ શહેરમાં વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનરે જિલ્લા ગાર્ડન ખાતે અમૃત યોજના હેઠળ નિર્માણાધીન નવા A.S.R-J.S.R-P.S ની કામગીરીનું નિરીક્ષણ કરી ઝડપથી કામ પૂરું કરવા તેમજ D.I પાઈપલાઈનના કાર્ય ઝડપથી પૂર્ણ કરવા પણ સુચના આપી હતી. ડો.આંબેડકર સ્મારક અને લાઈબ્રેરીની પણ વિઝીટ કરી હતી. ગુરુકુળ હેડ વર્કસ ખાતેની વિઝીટ દરમ્યાન A.S.R-H.S.R-P.S ની મુલાકાત તેમજ નવું આધુનિક મટીરીયલ ટેસ્ટીંગ બિલ્ડીંગ બનાવવાની કામગીરી ઝડપી આગળ ધપાવવા સુચના આપેલ હતી. જયુબેલી ગાર્ડન ખાતે મ્યુનિ. કમિશનરે મુલાકાતમાં E.S.R-J.S.R-P.S ને સ્ટ્રેન્થેનીંગ કરવા સુચના આપી હતી. જેનાથી પાણી લીકેજની સમસ્યા હલ થઇ જશે તેમજ લેંગ લાઇબ્રેરી, મણીયાર હોલ, જયુબેલી ગાર્ડન અને નર્સરીની પણ તેમણે વિઝીટ કરી હતી. મણીયાર હોલને રીનોવેશન કરવા અંગેની કામગીરી ઝડપથી આગળ ધપાવવા સુચના આપી હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200829-WA0006.jpg

Right Click Disabled!