રાજકોટ : આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ ડોક્ટર્સ સાથે કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજી

રાજકોટ : આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ ડોક્ટર્સ સાથે કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજી
Spread the love

રાજકોટ : રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ રાજકોટ જીલ્લાના ડોક્ટર્સ સાથે કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજી હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ મિટિંગમાં રાજકોટ જીલ્લામાં કોરોનાનાં સંક્રમણને કાબૂમાં રાખવા સહિતના પગલાંઓની ચર્ચા કરવામાં આવી હતી. દવા-લક્ષણો માટે સંશોધન જરૂરી સ્ટેટ ગવર્નમેન્ટની રેપીડ રિસ્પોન્સ ટીમની કોર કમિટીના સદસ્ય અને ઇન્ફેકશિયસ ડીસીઝ સ્પેશિયાલિસ્ટ ડો.અતુલ પટેલ દ્વારા ઉપસ્થિત તબીબોને કોરોનાના દર્દીઓને આપવામાં આવતી વિવિધ દવાઓ, તેનું પ્રમાણ, લક્ષણો, ચેપને કાબુમાં લેવાના ઉપાયો, કોરોના વિષયક વિવિધ સંશોધનો, દર્દીઓનાં ડિટેઇલ એનાલિસિસની જાણકારી આપવામાં આવી હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200715-WA0118.jpg

Right Click Disabled!