રાજકોટ કલેક્ટર દ્વારા તહેવારોને લઈને નાગરિકોની સુખાકારી માટે જાહેરનામું

રાજકોટ કલેક્ટર દ્વારા તહેવારોને લઈને નાગરિકોની સુખાકારી માટે જાહેરનામું
Spread the love

રાજકોટ શહેર શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારોને લઈને ગણેશોત્સવમાં ગણેશ અને કૃષ્ણની મૂર્તિ ૨ ફૂટથી ઉંચી ન હોવી જોઈએ તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખંડિત મૂર્તિને બિનવારસી હાલતમાં નહીં મૂકવાનો પણ નિર્ણય લેવાયો છે. જળાશયોમાં મૂર્તિ વિસર્જન ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકોટ કલેક્ટરનું જાહેરનામું ૨ સપ્ટેમ્બર સુધી અમલી રહેશે. એટલું જ નહીં, બકરી ઇદમાં કુરબાની પછી માસ, હાડકા, અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ જાહેરમાં પંડાલ બાંધવા પર પ્રતિબંધ મુકાયો છે. રાજકોટના કોઈ પણ સ્થળે ધાર્મિક અને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મુકાયો છે. જીલ્લા કલેક્ટરે આદેશ આપ્યો છે કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અમલવારી ફરજીયાત પણે કરવાની રહેશે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200801-WA0042.jpg

Right Click Disabled!