રાજકોટ : કારખાનાની અગાશી ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકી માથુ છૂંદી નાંખ્યુ

રાજકોટ : કારખાનાની અગાશી ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકી માથુ છૂંદી નાંખ્યુ
Spread the love

રાજકોટ શહેરના મવડી પ્લોટના નવરંગપરા શેરીનં.૯ માં દુર્ગંધ આવતા આજુબાજુના કારખાનેદારો એકઠા થયા હતા. અંજલિ બોક્સ વર્કસ અને ચામુંડા વુડન બોક્સ નામના અવાવરું જેવા કારખાનામાં અગાસી ઉપર જોતા એક શખ્સની લાશ પડી હોય તે અંગે કંટ્રોલમાં સુલ્તાનભાઈ ઇસ્માઇલભાઈ ધાડાએ જાણ કરતા માલવીયા નગર પોલીસ સ્ટેશનના P.I ભૂંકણ, ક્રાઇમબ્રાન્ચ P.I વી.કે.ગઢવી, S.O.G સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અગાસી ઉપર જોતા એક યુવકની ફુલાઈ ગયેલી લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસ કરતા મૃતક કોઠારીયા મેઈન રોડ ઉપર મણીનગરમાં રહેતો મહેશ ઉર્ફે હરેશ મગનભાઈ સુન્દ્રા જાતે પ્રજાપતિ ઉ.૪૯ વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. તેને માથામાં પથ્થરના ઘા ઝીકી માથું છૂંદી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોય. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. ૨૦૦૯માં જાહેર રસ્તા ઉપર નીકળતો હતો. અને સાગરીત બાદલ સાથે મળી રાત્રીના અંધારામાં ભિખારીઓને પથ્થરોના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતો હતો. આ બંનેએ એ.ડિવિઝન અને ભક્તિનગર વિસ્તારમાં ત્રણ-ત્રણ ભિક્ષુકોની હત્યા કરી હતી. અને પોલીસે દબોચી લીધા હતા. બાદલનું આગાઉ મોત થઇ ચૂક્યું છે. આ બેલડી ૫૪ ભિક્ષુકોને મોતને ઘાટ ઉતારી રાજકોટને ભિક્ષુક મુક્ત કરવાના હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200908-WA0020.jpg

Right Click Disabled!