રાજકોટ : કોરોના મહામારીને રોકવા વિવિધ એસોસિએશન દ્વારા એક-એક સપ્તાહના સ્વૈચ્છીક લોકડાઉન જાહેર

રાજકોટ : કોરોના મહામારીને રોકવા વિવિધ એસોસિએશન દ્વારા એક-એક સપ્તાહના સ્વૈચ્છીક લોકડાઉન જાહેર
Spread the love

રાજકોટ શહેર દાણાપીઠ આજે બપોર બાદ બંધ રાખશે. જ્યારે દિવાનપરા કલોથ માર્કેટના વેપારીઓ કાલથી રવિવાર સુધી લોકડાઉન રાખશે. તેવી જાહેરાત કરવામાં આવી છે. સોનીબજારમાં વેપારીઓના મોત થતાં એક સપ્તાહ માટે બંધ રાખવામાં આવી છે. બાદમાં દાણાપીઠ વેપારી એસોસિએશન દ્વારા પણ બપોરના ૩ વાગ્યા સુધી જ દૂકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે દિવાનપરા કલોથ માર્કેટ એસોસિએશને પણ આવતીકાલથી રવિવાર સુધી દૂકાનો નહીં ખોલવા જાહેરાત કરવામાં આવી છે.

દિવાનપરા-દાણાપીઠમાં આશરે ૧૦૦૦થી વધારે દૂકાનો આવેલી છે. જેમાં જીવનજરૂરી ચીજ-વસ્તુઓ ખરીદવા લોકો આવતા હોય છે. જે સતત ધમધમતી હોય છે. લોકોની ભીડ વધતા કોરોના સંક્રમણ વધવાની શકયતા હોવાથી આજે બપોર બાદ દૂકાનો બંધ કરવામાં આવી હતી. જેથી દાણાપીઠ સુમસાન બની ગઈ હતી. અને બપોર બાદ કરફ્યું જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200915-WA0038.jpg

Right Click Disabled!