રાજકોટ : ખાણમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત

રાજકોટ : ખાણમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત
Spread the love

રાજકોટ શહેર જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે મનહરપુરમાં રહેતા ઈન્દ્રજીતસિંહ દોલુભા કામળીયા (ઉ.૩૫) નામનો હાટી દરબાર યુવાન આજે સવારે તેના ૨ મિત્રો સાથે અસહ્ય બફારાથી રાહત મેળવવા શેઠનગર પાછળ FCI ગોડાઉન પાસે પાણીની ખાણમાં ન્હાવા ગયો હતો. જયા ત્રણેય મિત્રો પાણીમાં ન્હાવા પડેલા દરમિયાન ઈન્દ્રજીતસિંહ ઉંંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.

બનાવની જાણ કરાતા રેલનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો. અને તરવૈયા ઓએ મૃતદેહને બહાર કાઢયો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના બલતીદ્રસિંહ સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને P.M અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ઈન્દ્રજીતસિંહ ૨ ભાઈ ૧ બહેનમાં નાનો અને અપરિણીત હતો. તથા ઈલેકટ્રીકનું કામ કરતો હતો.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200801-WA0061.jpg

Right Click Disabled!