રાજકોટ : ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા કોરોના વાયરસથી બચવા માસ્ક વિતરણ

રાજકોટ : ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા કોરોના વાયરસથી બચવા માસ્ક વિતરણ
Spread the love

કોરોના વાયરસની મહામારી અનુસંધાને ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા લોકોના રક્ષણ માટે પુરતા પ્રયાસો કરવામા આવે અને લોકો કોરોના વાયરસથી બચી શકે અને લોકોમાં જનજાગૃતિ આવે તે માટે તકેદારીના ભાગ રૂપે રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા રાજકોટ શહેરમાં વિજય પ્લોટ ખાતે આવેલ વિરલ ગ્રાફીકસ ના સંચાલક વિપુલભાઇ એસ. કોટક ના સહયોગથી મોટા પ્રમાણમાં માસ્ક બનાવીને વિતરણ કરવામાં આવ્યુ હતું.

આજરોજ રાજકોટ શહેરના નાયબ પોલીસ કમિશ્નર તથા ગાંધીગ્રામ પો.સ્ટે.ના અધિકારીઓ તથા કર્મચારીઓ હસ્તક ગાંધીગ્રામ પો.સ્ટે. ખાતે જાહેર રોડ ઉપર પસાર થતા રાહદારી લોકોને તેમજ પો.સ્ટે. ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓને તેમજ પો.સ્ટે. ખાતે આવતા અરજદારોને નિઃશુલ્ક માસ્ક નું વિતરણ કરી કોરોના વાયરસથી સાવચેત રહેવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200321-WA0016.jpg

Right Click Disabled!