રાજકોટ : જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવા બદલ બે કોવિડ હોસ્પિટલને ૧૦ હજારનો દંડ

રાજકોટ : જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવા બદલ બે કોવિડ હોસ્પિટલને ૧૦ હજારનો દંડ
Spread the love

રાજકોટ શહેરમાં ઢેબર રોડ પર આવેલ સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ અને યાજ્ઞિક રોડ પર આવેલ ઓરેન્જ કોવિડ હોસ્પિટલ દ્વારા ટીપર વાનમાં અને જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા કડક કાર્યવાહીના પગલે બંને હોસ્પિટલ પાસેથી રૂ.૧૦,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઈ જીંજાળા, આસી.પર્યાવરણ ઈજનેર ખેવના વકાણી, સેનિટેશન ઓફિસર કેતનભાઈ ગોન્ડલીયા, સેનેટરી સબ.ઇન્સ્પેકટર નીલેશભાઈ વાજા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200904-WA0042.jpg

Right Click Disabled!