રાજકોટ જીલ્લાના કલેક્ટર રેમ્યા મોહન થયા કોરોના સંક્રમિત

રાજકોટ શહેર કલેક્ટર રેમ્યા મોહન આજે કોરોનાને લગતી મીટીંગમાં જોડાયા હતા. મીટીંગ બાદ તેઓની તબિયત બગડતાં તેમણે શંકાને આધારે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર વાહકોમાં દોડધામ મચી ગઈ છે. રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહનને સામાન્ય લક્ષણો જણાતા તેમને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર કલેક્ટર કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ તેઓને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા તેઓ પોતાના નિવાસ સ્થાને હોમ આઇસોલેટ થયા છે. જ્યાંથી તેઓ રૂટિન કામગીરી કરશે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
