રાજકોટ જીલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા 32 ટિમો બનાવી જીલ્લાના 595 ગામોમાં સર્વે

રાજકોટ જીલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા 32 ટિમો બનાવી જીલ્લાના 595 ગામોમાં સર્વે
Spread the love

રાજકોટ શહેર જીલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા ૩૨ ટિમો બનાવી જીલ્લાના ૫૯૫ ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ખેતર માલિક, ગામના સરપંચ અને આગેવાનોને સાથે રાખી નુકશાની અર્થે સર્વે કામગીરી શરૂ કરી છે. છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેર અને જીલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે. જેના કારણે તમામ મોટાભાગના પાકોમાં નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે.

રાજ્ય સરકારના આદેશ બાદ જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તાબડતોડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોની પણ માંગ હતી કે તાત્કાલિક રાજ્ય સરકાર S.D.R.F મુજબ સર્વેની કામગીરી હાથ ધરે અને જલ્દીથી ખેડૂતોને સરકારની સહાય મળી રહે. રાજ્ય સરકારના નિયમ મુજબ બિનપિયત જમીન માટે હેકટર દિઠ ૬૮૦૦ અને પિયત માટે હેકટરદિઠ ૧૩૫૦૦ રૂપિયાની સહાય મળવાપાત્ર છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200904-WA0017.jpg

Right Click Disabled!