રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટી નાશી ગયેલો કેદી ભાવનગરથી ઝડપાયો

રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટી નાશી ગયેલો કેદી ભાવનગરથી ઝડપાયો
Spread the love

ભાવનગરના સિહોરના ખૂનના ગુનામાં પાકા કેદી નં.૪૪૧૪૬ રામાભાઇ પાંચાભાઇ આલગોતર (ઉ.૨૫) રહે. ભવનાથ મંદિર સિહોર, જી.ભાવનગર વાળાની વિરૂધ્ધમાં સને-૨૦૧૦ની સાલમાં પકા કામના કૈદી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો. અને તે દરમ્યાન આરોપીને ગઇ તા.૧૯/૪/૨૦૨૦ થી તા.૧૧/૬/૨૦૨૦ દિન-૪૨ ની રજા મંજુર કરેલી અને પેરોલ રજા ઉપર રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મુકત કરવામાં આવેલ અને તા.૧૧/૬/૨૦૨૦ ના રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું. પરંતુ મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ.

ભાવનગર, L.C.B સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો ભાવનગર ના શિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલનો પકા કામનો આરોપી રામાભાઇ પાંચાભાઇ આલગોતર ઉ.૪૨ રહે.સિહોર જી.ભાવનગર વાળો શિહોર એસ.ટી બસ સ્ટેશન પાસે ઉભો હોવાની બાતમી મળતા પાકા કેદી નં.૪૪૧૪૬ રામાભાઇ પાંચાભાઇ આલગોતરને પકડી લઇ તેની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200913-WA0038.jpg

Right Click Disabled!