રાજકોટ: જ્યોતિ સીએનજી ૫ હજાર ધમણ-3 સરકારને આપશે

રાજકોટ: જ્યોતિ સીએનજી ૫ હજાર ધમણ-3 સરકારને આપશે
Spread the love

રાજકોટમાં જ્યોતિ સીએનજી એ ધમણ-3 અંગ સામે આવેલી ખુલાસો કરતા જણાવ્યું હતું કે અમારૂ ધમણ-3 તમામ ટ્રાયલમાં પાસ થયું છે. ધમણ-3 માટે વિવાદો ઉભા કરવામાં આવ્યા હતા પણ આજે તે ફુલી ટ્રાયલમાં પાસ થયું છે. ધમણ-3માં ડોક્ટર મોબાઈલમાંથી ઓપરેટ કરી શકે તેવુ ફિચર્સ એડ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ડોક્ટરની હાજરી હતી. પરંતુ ડોક્ટર કોઈ પણ જગ્યાએ હશે ત્યાંથી તે જોઈ શકશે અને ઓપરેટ પણ કરી શકશે.

સૌથી અપડેટ ફિચર અમે ધમણ-3માં એડ કર્યું છે. 5 હજાર ધમણ-3 તૈયાર કરીને જ્યોતિ સીએનજી સરકારને આપશે. ધમણ-1માં કોઈ પણ પ્રકારની ખામી નથી. જ્યોતિ સીએનજી ને 5 હજાર વેન્ટિલેટરનો ઓર્ડર મળ્યો છે. મહત્વનું છે કે જુલાઈ મહિનામાં ધમણ-3 ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું હતું. જે બાદ એવો ઉલ્લેખ ન હતો કે ધમણ-3 ફેલ છે. અમારૂ ધમણ 3 ફુલી ટ્રાયલમાં પાસ થયું છે.

ધમણ-1ને ફેઈલ કરવામાં ઘણા લોકોએ ખોટી મહેનત કરી: પરાક્રમસિંહ જાડેજા

જ્યોતિ સીએનજી ના માલિક પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ધમણ-1ને ફેઈલ કરવા માટે અમુક લોકોએ ખોટી મહેનત કરી હતી. અમે કામથી કામ રાખીએ છીએ. અમે આ બધામાં પડવા માગતા નથી. પણ આ તો ચેલેન્જ આવી એટલે સત્ય બહાર આવવું જોઈએ અને લોકો સુધી પહોંચવું જોઈએ. ખોટું કરવુ મોદી સરકારમાં શક્ય છે? સૌથી ઓછા 5 હજાર ઓર્ડર અમારા છે. જે લોકો બનાવે છે તે આગળ આવે છે. સરકારે બધાને તક આપી છે.

b4e0064a-a8d0-44ed-b2d4-16336645b6ee_1598596303.jpg

Right Click Disabled!