રાજકોટ દર્દીના સંપર્કમાં આવેલ ૪ લોકોને મોરબીમાં આઇસોલેશન હેઠળ રખાયા

Spread the love

મોરબી,
રાજકોટમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. પોઝિટિવ આવેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા મોરબીની મહિલા અને ત્રણ પુરુષો સહિત કુલ ચાર ઈસમોને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત આ ચાર લોકો જેના સંપર્કમાં આવ્યા હતા તેવા તેમજ ફોરેન ટ્રીપ કરી પરત આવેલા લોકો મળીને કુલ ૧૩ વ્યÂક્તઓને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેમના પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

મોરબીમાં યુવાનનો કોરોનાનો મેડિકલ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રાજકોટમાં જંગલેશ્વરના એક ઇસમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં તંત્ર દોડતું થયું છે. આ વ્યÂક્ત મક્કા-મદીનાથી પરત રાજકોટ આવ્યા બાદ તેની સાથે મુસાફરી કરી રહેલા લોકોને ટ્રેસ કરવાની કાર્યવાહી સરકાર અને તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આજે મોરબીના એક મહિલા અને એક પુરુષ તેમજ વાંકાનેરના બે પુરુષ મળી કુલ ચાર ઈસમોને મોરબી સિવિલમાં આવેલ આઇસોલેશન વોર્ડમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. બીજી બાજુ આ ચાર લોકો મોરબી આવ્યા બાદ જેના જેના સંપર્કમાં આવ્યા હતા તેવા એક બાળક સહિત ૯ લોકોને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

Right Click Disabled!