રાજકોટ : દાણાપીઠના વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક રીતે લોકડાઉન જાહેર

રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ કોઇપણ રીતે કાબુમાં નથી અને રોજ જે રીતે કેસો વધી રહ્યા છે. શહેરના ટોચના અગ્રણીઓ પણ હવે કોરોના સંક્રમીત બન્યા છે. તેનાથી એક નવો જ માહોલ સર્જાવા લાગ્યો છે. અગાઉ લોકડાઉન સમયે લોકોએ કાનુના ડરથી ઘરમાં જ રહેવાનું પસંદ કર્યુ હતું. અને બજારો પણ સરકારે બંધ રખાવી હતી. પરંતુ અનલોક-૪ પહોંચી ગયા પછી જે રીતે સંક્રમણ વધુ છે. તે સાથે હવે મોટી બજારોમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતુ નથી.
સંક્રમણ વધતા હજુ ૨ દિવસ પહેલા સોનીબજાર દ્વારા શનિવારથી એક સપ્તાહનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દાણાપીઠમાં અડધા દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા માર્ગ, લાખાજી માર્ગ, એસ.ટી સ્ટેન્ડ વિસ્તાર ઉપરાંત શહેરમાં આવેલા અન્ય બજારો કે જયાં સૌથી વધુ ભીડ થાય છે. ત્યાં પણ સ્વૈચ્છીક લોકડાઉનની સ્થિતિ બનશે તેવા સંકેત છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
