રાજકોટ : દુધસાગર રોડ પર મુસ્લિમ ભાજપ અગ્રણીની છરીના ઘા ઝીકી હત્યા

રાજકોટ : દુધસાગર રોડ પર મુસ્લિમ ભાજપ અગ્રણીની છરીના ઘા ઝીકી હત્યા
Spread the love

રાજકોટ : દુધસાગર રોડ તરફ દુધની ડેરીએ મુસ્લિમ સમાજ ભાજપ અગ્રણી મૃતક આરીફ ચાવડાના ઘરની સામે રહેતા અબ્દુલ ઓસમાનભાઈ ખેબર કે જેઓ દૂધ અને છાંસમાંથી બનતી વિવિધ વાનગીઓ જેવી કે પનીર, ચીઝ વગેરે વસ્તુઓ ઘરે બનાવવાનો વ્યવસાય ધરાવે છે. આ બનતી વાનગીઓને લીધે દુર્ગંધ આવતી હોય આરીફ ચાવડા અને અબ્દુલભાઇ વચ્ચે અવાર-નવાર માથાકૂટ થતી હતી. આ જ માથાકૂટને લઈને રાત્રીના ૯ વાગ્યા આસપાસ આરીફ ચાવડાનો ભાઈ મુસો આ બાબતે અબ્દુલભાઈને સમજાવવા માટે ગયો હતો. ત્યારે માથાકૂટ થાત આરીફ ચાવડા ત્યાં સમાધાન માટે ગયો હતો.

ડખ્ખાનું સમાધાન થયા બાદ આરીફ ચાવડા પરત પોતાના ઘર તરફ આવતો હતો. ત્યારે ૫૮ વર્ષીય અબ્દુલ ઓસ્માણભાઇ ખેબર, તેનો 30 વર્ષીય દિકરો વસીમ અને બાબો ત્રણેય શખ્સોએ પાછળથી છરીના ઘા ઝીકી દીધા હતા. અચાનક હિચકારો હુમલો થતા આરીફ ચાવડાએ દેકારો કરતા તેના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. અને આરીફને બચાવવા પ્રયત્નો કર્યા હતા. આરીફ ચાવડાને ગંભીર ઈજાઓ થઇ હોવાથી તેને તાકીદે સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. થોરાળા પોલીસ સ્ટેશન ધટનાસ્થળે પહોંચી આગળની કાયેવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200803-WA0020.jpg

Right Click Disabled!