રાજકોટ : પરાણે છુટાછેડા કરાવતા યુગલનો સજોડે આપઘાત

રાજકોટ : પરાણે છુટાછેડા કરાવતા યુગલનો સજોડે આપઘાત
Spread the love

રાજકોટ શહેર કોઠારીયા સોલવન્ટ નજીક આવેલા અંજલી ટાઈલ્સ નામના કારખાનાની ઓરડીમાં રવી હકુ મકવાણા ઉ.૨૬ અને પત્ની પૂનમ રવી મકવાણાએ સજોડે એંગલમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બન્નેના આપઘાતથી અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. લટકતા બન્ને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક પૂછતાછમાં મૃતક પૂનમ સંતકબીર રોડ ઉપર આવેલી આંબાવાડી વિસ્તારમાં માવતર ધરાવે છે. અને રવી કોઠારીયા સોલવન્ટમાં રહે છે. બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા બન્નેએ ૨ વર્ષ પૂર્વે જ પ્રેમલગ્ન કરી લીધા હતા. પૂનમની માતાને આ પ્રેમલગ્ન મંજૂર ન હોવાથી ખોટા પોલીસ કેસ કરી બન્ને પ્રેમી પંખીડાને છૂટ્ટાછેડા લેવડાવ્યા હતા. ગઈકાલે જ પૂનમ પોતાના ઘરેથી સવારે નિકળી ગઈ હતી. પરિવારની શોધખોળ દરમિયાન પૂનમ અને રવીની લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200908-WA0018.jpg

Right Click Disabled!