રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ENT વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ લેવાની તાલીમ

રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ENT વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ લેવાની તાલીમ
Spread the love

રાજકોટ શહેરના કાન,નાક,ગળાની સારવારનાં વિભાગ દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો અંદાજીત ૧૦૦૦ થી વધુ લોકોને સુયોગ્ય રીતે તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના E.N.T વિભાગના એસોસિએટ પ્રોફેસર સેજલબેન નરેશભાઈ મિસ્ત્રી જણાવે છે કે, મને રાજકોટ જીલ્લામાં ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર સેમ્પલ કલેક્શનની જવાબદારી સોંપવામાં આવી છે.

કોવિડના દર્દીઓનું ટેસ્ટીંગ સક્ષમ રીતે થાય તે માટે E.N.T વિભાગ દ્વારા તાલુકા તથા મહાનગરપાલીકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર થી માંડીને લેબ ટેક્નિશ્યન અને હેલ્થવર્કર્સ સુવ્યવસ્થિત રીતે કામગીરી કરી શકે તે માટે તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સેમ્પલ કેવી રીતે લેવા તેની ગાઈડલાઈન અને પ્રેક્ટીકલ સેશન પણ આપવામાં આવ્યા છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200910-WA0083.jpg

Right Click Disabled!