રાજકોટ : પોલીસની ‘સુરક્ષિતા એપ’ ને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ

રાજકોટ : પોલીસની ‘સુરક્ષિતા એપ’ ને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ
Spread the love

*રાજકોટ શહેર તા.૧.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેરની મહિલાઓ સુરક્ષિત રહે તે માટે ‘સુરક્ષિતા એપ’ બનાવવામાં આવી છે. આ એપનું ડિસેમ્બર ૨૦૧૯ માં અંજલીબેન રૂપાણી હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મહિલાઓ માટેની સુરક્ષિતા એપને દિલ્હી ખાતે સમગ્ર ભારતના ૫૦૦ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે નિર્ભયા દિવસના રોજ સિલ્વર એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને શિવાનંદ ઝાએ સમગ્ર રાજકોટના પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. સુરક્ષિત એપને રાષ્ટ્રીય એવોર્ડ મળતા પોલીસબેડામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. આ એપને રાજકોટની આંતરરાષ્ટ્રીય સ્તરની I.I.T કંપની પુજનસોફ્ટના સૌજન્યથી તૈયાર કરવામાં આવી હતી. આ એપની વિશેષતા છે કે આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. જેથી પોલીસ વિભાગનો એક નંબર તથા વપરાશકર્તા પરિવારનો એક નંબર કનેક્ટ થઈ જાય છે. જેમાં સંપૂર્ણ ડેટા આવરી લેવામાં આવ્યો છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200801-WA0059.jpg

Right Click Disabled!