રાજકોટ : પોલીસ લોધીકાના દેવગામેથી 16 લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે 2 બુટલેગર ઝડપાયા

રાજકોટ : પોલીસ લોધીકાના દેવગામેથી 16 લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે 2 બુટલેગર ઝડપાયા
Spread the love

રાજકોટ રેન્જ I.G સંદીપસિંહ તથા ઈન્ચાર્જ S.P સાગર બાગમારની સુચનાથી L.C.B, P.I એ.આર.ગોહીલ, P.S.I એસ.એમ.રાણા, A.S.I પ્રભાતભાઈ બાલાસરા, હેડ કોન્સ. રવિદેવભાઈ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી, રહીમ દલ, દિવ્યેશ સુવા સહિતનો સ્ટાફ લોધીકાના મેટોડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ખીરસરા તરફથી દારૂ ભરેલુ. આઈસર દેવગામ તરફ આવે તેવી બાતમીના આધારે પોલીસે દેવગામ પાસે વોચ ગોઠવી ખીરસરા તરફથી આવતા આઈશરને અટકાવી તલાસી લેતા આઈશરમાં લોખંડના ઓઈલના બેરલમાં છુપાવેલો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

જેની ગણતરી કરતા વિદેશી દારૂની અલગ અલગ કંપનીની કુલ બોટલ નં.૨૬૭૬ કિ.૧૬,૬૫,૭૬૦ મળી આવતા પોલીસે ટ્રક ચાલક ઈકબાલ બાઉદીન ધારા રહે. જંગલેશ્ર્વર-૫ રાજકોટ તથા કલીનર યુસુફ ઈબ્રાહીમ દલવાણી રહે. જંગલેશ્ર્વર કનૈયા ચોક રાજકોટ ની ધરપકડ કરી દારૂ, લોખંડના બેરલ, આઈશર ગાડી મોબાઈલ મળી કુલ રૂા.૨૬,૮૩,૧૬૦ નો મુદામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા બંને આરોપીઓને દારૂનો જથ્થો કોણે મંગાવ્યો અને કયાંથી અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પૂછપરછ કરતા આરોપીઓએ આ દારૂનો જથ્થો રાજકોટમાં દેવપરામાં રહેતા અશોક સીંધવના કહેવાથી હરીયાણાથી લાવ્યાની કબૂલાત આપતા પોલીસે દારૂ મંગાવનાર બૂટલેગર અશોક સીંધવની શોધખોળ હાથ ધરી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200913-WA0034.jpg

Right Click Disabled!