રાજકોટ : પ્રાઇવેટ તબીબો પાસે ચેકઅપ માટે ગયેલા દર્દીને જો શંકાસ્પદ લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટીંગ માટે રીફર કરવામાં આવે છે

રાજકોટ : પ્રાઇવેટ તબીબો પાસે ચેકઅપ માટે ગયેલા દર્દીને જો શંકાસ્પદ લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટીંગ માટે રીફર કરવામાં આવે છે
Spread the love

રાજકોટ શહેર મહાનગરપાલિકા સહીત પ્રાઇવેટ તબીબોનો પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટ શહેરના પ્રાઇવેટ તબીબો પાસે ચેકઅપ માટે ગયેલા દર્દીને જો શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલીક તેને મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટીંગ માટે રીફર કરવામાં આવે છે. જેનાથી કોરોનાની વહેલી સારવાર મળી શકે અને કોરોનાને સંક્રમણ થતું અટકાવી શકાય છે.

શહેરના તમામ ફીઝીશ્યન તથા જનરલ પ્રેકટીસ કરતા તબીબો દ્વારા શરદી, ખાંસી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ વાળા દર્દીઓની માહિતી મહાનગર પાલિકાને પૂરી પાડે છે. તેમજ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટીંગ મોકલે છે. જેમાં રોજના ૧૦૦ થી ૧૫૦ રીફર કરાયેલ દર્દીઓનું વિનામુલ્યે ટેસ્ટીંગ કરવામાં આવે છે. તેમ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200912-WA0006.jpg

Right Click Disabled!