રાજકોટ : પ્રેમિકાએ લગ્નનો ઈન્કાર કરતા પ્રેમીએ ઝેરી દવા પીધી

રાજકોટ : પ્રેમિકાએ લગ્નનો ઈન્કાર કરતા પ્રેમીએ ઝેરી દવા પીધી
Spread the love

રાજકોટ શહેર કાલાવડ રોડ પર નાનામવા રોડ પર રહેતા પ્રેમી યુવકને પ્રેમીકાએ લગ્ન કરવાની ના પાડી દેતા લાગી આવવાથી ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. નાનામવામાં રહેતા અને સ્વીગીમાં કામ કરતા ભદ્રેશ બચુભાઈ વાઘેલા (ઉ.૨૦) નામના યુવકે પ્રેમમંદિર પાસે ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાથમિક તપાસમાં ભદ્રેશને તેની પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી દેતા લાગી આવાવથી આ પગલુ ભરી લીધાનું જણાવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200804-WA0017.jpg

Right Click Disabled!