રાજકોટ : ભોમેશ્વર વાડીમાં રહેતા યુવકને છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો

રાજકોટ શહેર ભોમેશ્વર વાડીમાં મફતિયાપરામાં રહેતા અને કડિયાકામ કરતા વિક્રમભાઈ ખોગેશ્વરભાઈ નામના પ્રૌઢે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મૂળ ઓરિસ્સાના વતની છે. અને અહીં પરિવાર સાથે રહી કડીયાકામની મજૂરી કરે છે. તેમની સાથે તેમનો ૨૪ વર્ષીય દિકરો શનિ પણ મજૂરીકામ કરે છે. ગત બપોરે શનિ ઘર પાસે ઉભો હતો. ત્યારે પાડોશમાં રહેતો વિકાસ શંકરભાઇ સોની નામનો શખ્સ ધસી આવ્યો હતો. અને ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો.
શનિને ગંભીર ઇજા થતા આંતરડા બહાર નીકળી જતા તાકીદે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવની જાણ થતા પ્ર.નગર PI એલ.એલ. ચાવડા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. તપાસ કરતા શનિને પાડોશમાં રહેતા વિકાસની પત્ની સાથે એકાદ વર્ષથી આડા સંબંધ હોય આ બાબતે બંને વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું. ૩ દિવસ પૂર્વે શનિને પત્ની સાથે ઓરડીમાં કઢંગી હાલતમાં જોઈ જતા ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી વિકાસ સોનીએ જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
