રાજકોટ મનપા દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ 7 ચાની હોટલ અને પાનની દુકાનો સીલ

રાજકોટ મનપા દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ 7 ચાની હોટલ અને પાનની દુકાનો સીલ
Spread the love

રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના આદેશથી, (૧) નકલંગ હોટલ – કાલાવડ રોડ, (૨) રવેચી હોટલ – કૃષ્ણનગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક, (૩) શ્રીજી હોટલ કાલાવડ રોડ, (૪) જય નકલંગ ટી સ્ટોલ – યુનિવર્સિટી રોડ, (૫) મુરલીધર ડિલક્ષ પાન & ટી સ્ટોલ – યુનિવર્સિટી રોડ (૬) મોમાઈ ટી સ્ટોલ – યુનિવર્સિટી રોડ અને (૭) મોમાઈ ટી સ્ટોલ – લીમડા ચોક તમામ ચાની હોટલો અને પાનની દુકાનો સીલ કરવામાં આવી હતી. આ તમામ દુકાનો પર ગ્રાહકોના ટોળા એકત્રિત થતા હોય આ કાર્યવાહી કરાઇ હતી. રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે સાવચેતી રાખવાના ભાગરૂપે ધંધાર્થીઓને ત્યાં ટોળા ભેગા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી પોતાનો વ્યવસાય કરવા છૂટછાટ આપવામાં આવેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200906-WA0008.jpg

Right Click Disabled!