રાજકોટ મહાનગરપાલિકાએ નિ:શૂલ્ક એન્ટીજન ટેસ્ટ બૂથ શરૂ કરી કોરોનાનું નિદાન વિનામૂલ્યે કરવાની સુવિધા

રાજકોટ શહેર મહાનગરપાલિકાએ શહેરમાં પ સ્થળે કાર્યરત્ત ડાયગ્નોસીસ સેન્ટર કે જ્યાં વ્યક્તિનું સીટી સ્કેન કરવામાં આવે છે. ત્યાં જે તે વ્યક્તિનો એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરી તેને કોરોનાની અસર છે. કે કેમ તેનું નિદાન કરી આગળની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તેમ મ્યુનિ.કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
મ્યુનિ.કમિશનરએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરમાં જે પ સ્થળે સીટી સ્કેન ડાયગ્નોસીસ સેન્ટર કાર્યરત્ત છે. તેમાં એચ.જે.દોશી હોસ્પિટલ, સ્વામિનારાયણ ગુરુકુળ હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ, અને કોઠારી ડાયગ્નોસીસ સેન્ટર ખાતે રાજકોટ મહાનગરપાલિકાએ નિ:શૂલ્ક એન્ટીજન ટેસ્ટ બૂથ શરૂ કરી કોરોનાનું નિદાન વિનામૂલ્યે કરવાની સુવિધા નાગરિકોને ઉપલબ્ધ બનાવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
