રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ગામોને ભેળવવાની દરખાસ્તને મંજુરીની મહોર

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ગામોને ભેળવવાની દરખાસ્તને મંજુરીની મહોર
Spread the love

રાજકોટ : રાજય સરકાર દ્વારા માધાપર, મોટામવા, મુંજકા અને ઘંટેશ્ર્વરને રાજકોટ મહાપાલિકાની હદમાં ભેળવવાનાં નિર્ણય આપવામાં આવી હતી. આજે સવારે ભાજપ અગ્રણી ઘોઘુભા જાડેજા, ઘંટેશ્ર્વરનાં સરપંચ રઘુવીરસિંહ જાડેજા, માધાપરનાં સરપંચ છગનભાઈ સંખાવરા, રાજકોટ માર્કેટીંગ યાર્ડનાં ડિરેકટર દિનેશભાઈ ઢોલરીયા, વાંકાનેર માર્કેટીંગ યાર્ડનાં ડિરેકટર પરબતભાઈ ડાંગર, ભાજપ અગ્રણી હરેશભાઈ દવે, બીપીનભાઈ દવે, માધાપર ગ્રામ પંચાયતનાં સભ્ય ભરતભાઈ ત્રિવેદી, નાગેશભાઈ ઓડેદરા, તાલુકા ભાજપ અગ્રણી વિમલભાઈ ખંડવી અને રવિભાઈ વાડોલીયા સહિતનાં લોકોએ સરકારનાં આ નિર્ણયને આવકારતા આતશબાજી કરી હતી. અને એકાબીજાનાં મોં મીઠા કરાવ્યા હતા.

મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે પણ રાજય સરકારનાં નિર્ણયને આવકાર્યો હતો. સાથોસાથ તેઓએ એવી પણ બાંહેધરી આપી હતી કે, રાજકોટમાં ભળેલા ચારેય ગામોનાં લોકોને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે મહાપાલિકા સતત પ્રયત્નશીલ રહેશે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200620-WA0016.jpg

Right Click Disabled!