રાજકોટ મહાનગરપાલીકા સહિતની ચૂંટણીની તૈયારી રૂપે, રાજયભરમાં NCP કાર્યાલય ખોલવાનો પ્રારંભ

રાજકોટ મહાનગરપાલીકા સહિતની ચૂંટણીની તૈયારી રૂપે, રાજયભરમાં NCP કાર્યાલય ખોલવાનો પ્રારંભ
Spread the love

રાજકોટ શહેર મહાનગરપાલીકા સહિતની ચૂંટણીની પુર્વ તૈયારી રૂપે નેશનાલીસ્ટ કોંગ્રેસના ગુજરાત એકમના પ્રમુખ જયંતભાઈ પટેલ તથા મહામંત્રી-પ્રવકતા રેશ્માબેન પટેલ સહીતના અગ્રણીઓ આજે રાજકોટ આવ્યા છે. અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર પક્ષના નવા કાર્યાલયને જયંતભાઈ પટેલના હસ્તે ખુલ્લુ મુકાયું હતું.

રાજકોટ પહોંચેલા પ્રવકતા રેશ્માબેન પટેલે કહ્યું હતું કે અમોએ લોકોના પ્રશ્નો જાણવા તેને વાચા આપવા રાજયભરમાં N.C.P કાર્યાલય ખોલવાનો પ્રારંભ કર્યો છે. અને તેના ભાગરૂપે આજે રાજકોટના કાર્યાલયનો પ્રારંભ થયો છે. ગુજરાતના લોકો ભાજપના શાસનથી હવે થાકયા છે. અને N.C.P મજબૂત વિકલ્પ આપવા તૈયાર છે. વધુને વધુ લોકોને પક્ષ સાથે જોડવામાં આવશે. તેમની સાથે પ્રદેશ મહામંત્રી નિકુલભાઈ તોમર અને રાજકોટ જીલ્લાના પ્રમુખ સંદીપ ડોબરીયા સહીતના અગ્રણીઓ જોડાયા હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200913-WA0018.jpg

Right Click Disabled!