રાજકોટ : મારવાડી યુનિવર્સીટી ‘સેન્ટર ઓફ એકસેલન્સ’ ની માન્યતા માટે 6 અન્ય અગ્રણી સંસ્થાઓ સાથે સ્પર્ધામાં

રાજકોટ શહેર મારવાડી યુનિવર્સિટી સાથે જોડાવાનું પસંદ કરવા બદલ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ફેકલ્ટીમાં આત્મવિશ્વાસની નવી ભાવના પેદા થઈ છે. મારવાડી યુનિવર્સીટીના ફાઉન્ડર તથા ચેરમેન શ્રી.કેતનભાઈ મારવાડીએ તથા કો-ફાઉન્ડર તથા વાઈસ-ચેરમેન શ્રી.જીતુભાઇ ચંદારાણા કહ્યું કે આવનારો સમય સૌ માટે એક ચેલેન્જરૂપ છે. જેમાં કોવીડ-૧૯ ને તેના કારણે ભણતરની સ્ટાયલમાં ધરખમ ફેરફારો આવશે. જેના માટે મારવાડી યુનિવર્સીટીનું સદ્ધર ટેકનીકલ માળખું એક મોટો પ્લસ-પોઈન્ટ પુરવાર થશે. આ સમયે ‘સેન્ટર ઓફ એકસેલન્સ’ નો દરજ્જો વિદ્યાર્થીઓ માટે ખુબજ ફાયદાકારક નીવડશે.
મારવાડી યુનિવર્સિટી એ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રની એકમાત્ર સંસ્થા છે. જેણે સ્વ-મૂલ્યાંકનમાં એકંદર ૮૪% મેળવ્યા છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત ૪ સભ્યોની નિષ્ણાંત સમિતિ યુનિવર્સીટીની મુલાકાત અને સ્વતંત્ર ચકાસણી માટે આકારણી કરશે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, પરીક્ષા, ફેકલ્ટી, સંશોધન, ક્ધસલ્ટન્સી અને એક્સ્ટેંશન સેવાઓ, શાસન અને એકંદર કામગીરીને લગતા નવ કેન્દ્રસ્થ પરિમાણોનો ઉપયોગ આકારણી હેતુ માટે કરવામાં આવશે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
