રાજકોટ-મુંબઇ અને ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટનુ વોટર કેનન દ્વારા સ્વાગત

રાજકોટ-મુંબઇ અને ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટનુ વોટર કેનન દ્વારા સ્વાગત
Spread the love

રાજકોટ-મુંબઇ અને ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટનુ વોટર કેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પાઇસ જેટની નવી ફલાઇટ આજથી શરૂ થઇ છે. જે ફલાઇટ આજરોજ સવારે મુંબઇ-રાજકોટ આવી પહોંચતા પ્રથમ ફલાઇટનું સ્વાગત કરાયુ હતુ. રાજકોટ-મુંબઇ વચ્ચે નવી ફલાઇટ શરૂ થતા સૌરાષ્ટ્રના વેપારીઓને રાજકોટ-મુંબઇ આવક જાવકમાં સરળતા રહેશે. એર ઇન્ડિયા દ્વારા ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટ ફરી થઇ છે.

આ ફલાઇટ આજથી સોમવાર-ગુરુવાર-શનિવારે ભાવનગર-મુંબઇ વચ્ચે શરૂ કરવામાં આવી છે. તે મુજબ આ ફલાઇટ મુંબઇ થી સવારે ૮:૪૫ વાગ્યે ઉપડી ભાવનગર ૧૦ વાગ્યે પહોંચશે. તેમજ ભાવનગર થી ૧૦:૩૫ કલાકે ઉપડી મુંબઇ ૧૧:૫૦ કલાકે પહોંચશે. રાજકોટ-મુંબઇની ફલાઇટ શરૂ થયા બાદ આગામી રાજકોટ-દિલ્હીની ફલાઇટ પણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200914-WA0076.jpg

Right Click Disabled!