રાજકોટ : યુનિવર્સીટી પોલીસે 62000ની 72 બોટલ દારૂ સાથે એક ઈસમને ઝડપી લીધો

રાજકોટ શહેર યુનિવર્સીટી પોલીસે શ્રીજી પાર્કમાં રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. પ્રશાંત હસમુખભાઈ ચાવડા નામનો દરજી શખ્સ મળી આવતા સકંજામાં લઇ ઘરની જડતી લેતા રૂમમાં રાખેલ એક કબાટમાં ચેક કરતા ત્યાંથી દારૂની જુદા-જુદા બ્રાન્ડની ૬૨ હજાર રૂપિયાની ૭૨ બોટલ દારૂ મળી આવતા પોલીસે તમામ મુદામાલ કબ્જે કર્યો હતો.
પ્રશાંતની પ્રાથમિક પૂછતાછમાં આ દારૂનો જથ્થો આ મકાનમાં ભાડે રહેતા અલ્પેશભાઈ પટેલે આ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું અને પોતે આ દારૂની હેરાફેરીમાં મદદરૂપ થતો હોવાની કબૂલાત આપતા અલ્પેશ પટેલ સામે પણ ગુનો નોંધી તે ભાગી ગયો હોય. તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. રાજકોટ શહેર યુનિવર્સીટી પોલીસ આર.એસ.ઠાકર, બી.જી.ડાંગર, ડી.વી.બાલાસરા, જુવાનસિંહ, મહેન્દ્રસિંહ, મહિપાલસિંહ જાડેજા, રવીભાઈ ગઢવી, દિપક ચૌહાણ, હરદેવસિંહ, સંજયભાઈ મેતા. કામગીરી કરેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
