રાજકોટ : યુવાને આર્થિક સંકળામણથી પોતાની જ દુકાનમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

રાજકોટ : યુવાને આર્થિક સંકળામણથી પોતાની જ દુકાનમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું
Spread the love

રાજકોટ શહેર મવડી ચોકડી પાસે શ્રી.હરી મેઈન રોડ પર રાધેશ્યામ સોસાયટી શેરીનં.૧ માં ભાડેથી દરજીની દુકાન ચલાવતા ભાવીનભાઈ ગોપાલભાઈ જેસુર (ઉ.35) નામના દરજી યુવાને ગઈકાલે સાંજે પોતાની જ દુકાનમાં પંખાના હુક સાથે કાપડ બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બાજુમાં દુકાન ધરાવતા વેપારીએ ભાવીનભાઈની દુકાનનું શટર અડધુ ખુલ્લુ હોય જેથી અંદર તપાસ કરતા ભાવીનભાઈ લટકતી હાલતમાં મળી આવ્યા હતા.

જે અંગે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકના હેડ.કોન્સ. ભાવેશભાઈ વસવેલિયા સહિતના સ્ટાફ દોડી ગયો હતો. અને પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં મૃતક ભાવેશભાઈ મુળ ગડ્ડના વતની છે. તથા રાજકોટમાં પત્ની અને ૭ વર્ષની પુત્રી સાથે રહે છે. હાલમાં શ્રાવણ મહિનો હોવાથી પત્ની પુત્રીને લઈ પિયરે તહેવાર કરવા ગઈ હોય પાછળથી ભાવેશભાઈએ આપઘાત કરી લીધો હતો.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200804-WA0016.jpg

Right Click Disabled!