રાજકોટ : રેલનગરમાંથી દારૂની 96 બોટલ ભરેલી કાર સાથે એક સગીરને ઝડપી લઇ મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ : રેલનગરમાંથી દારૂની 96 બોટલ ભરેલી કાર સાથે એક સગીરને ઝડપી લઇ મુદામાલ કબ્જે કર્યો
Spread the love

રાજકોટ શહેર પ્ર.નગર PI એલ. એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે બાતમી આધારે રાત્રે રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર પસાર થતા તેને અટકાવી કારમાં બેઠેલા બંને શખ્સોને સકંજામાં લઇ નામ ઠામ પૂછતાં સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના કુંભારા ગામનો વાઘાભાઈ દેવશીભાઈ માણસુરીયા અને બીજો સગીર હોવાનું જણાવતા કારની જડતી લેતા અંદરથી દારૂની ૯૬ બોટલ મળી આવતા બંને વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી પોલીસે ૭૦ હજારની કાર, ૬ હજારના ૨ ફોન અને ૩૮,૪૦૦ની કિંમતનો દારૂ સહીત ૧,૧૪,૪૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200906-WA0016.jpg

Right Click Disabled!