રાજકોટ : લોધેશ્વર સોસાયટીમાં મધરાત્રે ત્રાટકેલા અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી આતંક મચાવતા સનસનાટી

રાજકોટ શહેરની લોધેશ્વર સોસાયટી વિસ્તારમાં ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. અને તોફાન મચાવ્યો હતો. સોસાયટીમાં જાહેર રોડ ઉપર દેકારો કરી, ગાળો બોલી એક ઘરના દરવાજામાં અને ઘર બહાર પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી રીતસરનો આતંક મચાવ્યો હતો. આ શખ્સોના દેકારાથી લોકો ભયભીત થઇ ગયા હતા. અને કોઈએ ઘરની બહાર નીકળવાની હિમ્મત કરી ન હતી. આ ટોળકી તોડફોડ કરીને જતી રહી પછી લોકો ઘરની બહાર નીકળ્યા હતા. અને પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ દોડી ગઈ હતી. આ ટોળકીએ બાલાજી હોલ પાસે પણ ખુલ્લા હથિયારો સાથે ધમાલ મચાવી હોવાના સમાચાર મળતા પોલીસે CCTV ફૂટેજ આધારે તોફાની તત્વોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
