રાજકોટ : વોર્ડનં.3 ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના યુવા પુત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

રાજકોટ : વોર્ડનં.3 ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના યુવા પુત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.
Spread the love

રાજકોટ શહેર રેલનગરના સૂર્યા પાર્કમાં રહેતા અને વોર્ડનં.3 ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર તરીકે લોકોની સેવા કરતા ગીતાબેન દીપકભાઈ પુરબીયાના ઉ.૨૪ વર્ષીય યુવાન પુત્ર રાજેશે સમી સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બેભાન હાલતમાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેરા કર્યો હતો. ઘટનાની જાણ થતા પ્ર.નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો.

આ અંગે સાથી નગરસેવક દિલીપભાઈ આસવાણી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે રાજેશના ૯ મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. તેના પિતા દિપકભાઈ કોર્પોરેશનના કાયમી કર્મચારી છે. ગીતાબેન પુરબીયા કોર્પોરેટર તરીકે સારી સેવા આપી રહ્યા છે. ખુબ વેલસેટ પરિવાર છે. મૃતક રાજેશના દાદા સમાજના પટેલ છે. તેણે ક્યાં કારણોસર ગળેફાંસો ખાઈ લીધો તે જાણવા મળ્યું નથી. મૃતક રાજેશભાઈની પત્ની માવતરે આંટો મારવા ગઈ હતી. અને આજે આવું પગલું ભરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે મૃતક બે ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200913-WA0019.jpg

Right Click Disabled!