રાજકોટ શહેર જીલ્લામાં લોકલ ટ્રાન્સમિશનના કારણે કોરોના વાયરસનો ફેલાવો બેકાબુ

રાજકોટ શહેર જીલ્લામાં લોકલ ટ્રાન્સમિશનના કારણે કોરોના વાયરસનો ફેલાવો બેકાબુ
Spread the love

રાજકોટ શહેરમાં એક તરફ મેઘની મહેર તો બીજી તરફ કોરોનાનો કહેર વરસી રહ્યો હોય તેમ કોરોના લોકલ ટ્રાન્સમિશનના કારણે સતત પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. માસના પ્રથમ અઠવાડિયે જ કોરોનાના ૧૦૦ થી વધુ પોઝિટિવ કેસ સાથે મૃત્યુદરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ સિટીમાં આજરોજ કોરોનાના વધુ ૧૨ પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૦૦ની નજીક પહોંચી છે.

રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ દર્દીઓના ભોગ વાયરસે લીધા છે. જ્યારે ગઈકાલે રાજકોટમાં સારવાર લઇ રહેલા ધીરુભાઈ ચાણસ્મા ઉ.૬૫ મોરબીના રમણિકભાઈ પિત્રોડા ઉ.૪૮ જેતપુરના ભીખુભાઇ શામજીભાઈ ઉ.૬૦ વીંછીયાના અમીનાબેન ઉ.૬૦ અને સુરેન્દ્રનગરના સુરજીતભાઈ રોય ઉ.૨૯ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200708-WA0008.jpg

Right Click Disabled!