રાજકોટ શહેર ભાજપમાં ભંગાણ, કમલેશ મિરાણીએ કહ્યું ટિકિટની લાલચે દક્ષાબેન કૉંગ્રેસમાં જોડાયા

રાજકોટ શહેર ભાજપમાં ભંગાણ, કમલેશ મિરાણીએ કહ્યું ટિકિટની લાલચે દક્ષાબેન કૉંગ્રેસમાં જોડાયા
Spread the love

રાજકોટ શહેરમાં હાર્દિક પટેલની અધ્યક્ષતામાં વોર્ડનં.૫ ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણિયા કૉંગ્રેસમાં જોડાયા હતા. રાજકોટ માર્કેટીંગયાર્ડના વેપારી આગેવાન અને કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી કૉંગ્રેસમાં જોડાયા છે. અતુલ કમાણીએ રાજકોટ યાર્ડમાં મચ્છરોને લઈને આંદોલન કર્યું હતું. ABVP અને યુવા ભાજપના ૨૦ જેટલા હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જોડાયા છે.

ચાંદનીબેન લીંબાસીયા સામાજિક મહિલા આગેવાન કે જેઓ રાજકોટમાં NGO ચલાવી રહ્યા છે. તેઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દક્ષાબેનનું કૉંગ્રેસમાં જોડાવવાનું અપેક્ષિત હતું. કોર્પોરેટરના પતિ પાર્ટી વિરુદ્ધ ગતિવિધી પણ કરતા હતા. તેમણે ભૂતકાળમાં રાજીનામું આપવાનું નાટક પણ કર્યું હતું. કમેલશ મિરાણીએ કહ્યું કે તેઓ ટિકીટની લાલચે કૉંગ્રેસમાં જોડાયા છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200904-WA0043.jpg

Right Click Disabled!