રાજકોટ : સિક્યુરિટી ગાર્ડે બે ભાઈઓને પાઇપથી મારમારી જાનથી મારી નાખવાની આપી

રાજકોટ : સિક્યુરિટી ગાર્ડે બે ભાઈઓને પાઇપથી મારમારી જાનથી મારી નાખવાની આપી
Spread the love

રાજકોટ શહેર મોરબી રોડ ઉપર જીવનધારા સોસાયટીમાં રહેતા અને રીક્ષા ચલાવતા ગોવિંદભાઇ નરશીભાઈ બાબરીયા નામના યુવકે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો મોટોભાઈ મહેશ જે સાધુ વાસવાણી રોડ ઉપર કેવલમ રેસીડેન્સી સામે આવાસ યોજનામાં રહે છે. તેની સાથે અમારે અમારા ગામડે જવાનું હોવાથી હું ત્યાં ગયો હતો. ત્યાંથી મારા મિત્ર મયુરને મુકવા જતો હતો. ત્યારે કેવલમ રેસિડેન્સીના સિક્યુરિટી ગાર્ડે મારા બાઇકને રોકી મને પાઇપથી માર માર્યો હતો. એક છોકરો દોડીને આવ્યો હતો. અને આ ભાઈને લઇ ગયો હતો.

જેથી આ અંગે મારા ભાઈને ઘરે જઈને વાત કરતા તે સાથે આવ્યો હતો. અને માર મારવાનું કારણ પૂછવા જતા મારો ભાઈ આ સિક્યુરિટી ગાર્ડ મહેન્દ્રસિંહ હોવાનું જણાવતા તેને હજુ પૂછીએ તે પહેલા તે અને તેનો દીકરો ફરીથી ઝઘડો કરી ગાળો ભાંડી જ્ઞાતિપ્રતે હડધૂત કરી માર મારવા લાગ્યા હતા પાઇપથી હુમલો કરતા અમને બંને ભાઈઓને ઇજા થતા લોહી નીકળવા લાગ્યું હતું. લોકો એકઠા થઇ જતા આ બંને પિતા-પુત્ર આજે તો તમે બચી ગયા છો હવે મળશો તો જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપી જતા રહ્યા હતા. જેથી સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા તપાસ S.T.S.C સેલના A.C.P જી.એસ.બારૈયાને સોંપવામાં આવી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200829-WA0016.jpg

Right Click Disabled!