રાજકોટ : સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાંથી સારવાર લઈ રહેલા 14 લોકોના મોત

રાજકોટ : સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાંથી સારવાર લઈ રહેલા 14 લોકોના મોત
Spread the love

રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાંથી સારવાર લઈ રહેલા ૧૪ લોકોના મોત થયા છે. છેલ્લા ૪ દિવસમાં કોરોનાથી ૯૦ લોકોના મોત નિપજ્યાં છે. છેલ્લા પ દિવસથી દર કલાકે ૧ નું મોત થઈ રહ્યું છે. આજે રાજકોટમાં વધુ ૪૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેને લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. રાજકોટમાં કોરોનાના કેસ અને મોતને કંટ્રોલમાં લેવા માટે આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ અને સિનિયર ડોક્ટરોની ટીમે છેલ્લા ૪ દિવસથી રાજકોટમાં માહિતી મેળવવા માટે અને તપાસ કરવા માટે પહોચી ગયા છે. પરંતુ કોરોના કેસની સંખ્યા અને મોતની સંખ્યા ઘટવાને બદલે વધતી જાય છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા. ૩૫૨૪ પર પહોંચી ગઈ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200901-WA0036.jpg

Right Click Disabled!