રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને વીમા કવચ પુરૂ પાડવા વિચારણા

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને વીમા કવચ પુરૂ પાડવા વિચારણા
Spread the love

રાજકોટ શહેર N.S.U.I નાં રાજકોટ જીલ્લાનાં પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અલગ-અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવનાર છે. તો કયાં વિદ્યાર્થીઓને શું બિમારી હોય તેમ કેમ ખબર પડે. મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓનું એક પરીક્ષા કેન્દ્રમાં કોવિડ સેન્ટર ફાળવવામાં આવ્યું છે તો એ વિદ્યાર્થીઓને પોતાના સ્વાસ્થ્ય બાબતે ભય છે. તો તેઓ પરીક્ષા માનસિક દબાણથી પેપર કઈ રીતે આપી શકે.

જો રાજયસભાની ચુંટણી સમયે એક ઉમેદવાર કોરોના સંક્રમિત બીજા દિવસે બહાર આવે તો શું વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષિત રહેશે. આ તમામ મુદાઓ સાથે મેડિકલ અને પેરા મેડિકલનાં વિદ્યાર્થીઓ તેમજ N.S.U.I દ્વારા આજરોજ કુલપતિ અને ઉપકુલપતિને મૌખિક રજુઆત કરી છે. અને અમારી સ્પષ્ટપણે માંગણી છે કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તેઓનાં સ્વાસ્થ્ય બાબતે યુનિવર્સિટી જવાબદારી લે અન્યથા પરીક્ષાઓ ઓનલાઈન કે બીજી રીતે લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200715-WA0150.jpg

Right Click Disabled!