રાજકોટ : હત્યારાઓના ઘરે સામાન લેવા ગયેલા પરિવાર પર પથ્થરમારો કર્યો

રાજકોટ : હત્યારાઓના ઘરે સામાન લેવા ગયેલા પરિવાર પર પથ્થરમારો કર્યો
Spread the love

રાજકોટ શહેર દુધસાગર રોડ ઉપર આવેલી લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા રેશ્માબેન વસીમભાઈ ઉર્ફે ચકો ખૈબર નામની મહિલાએ રાજુ ગફાર મોદન, ટાઈગર રિક્ષાવાળો અને એઝાઝ હનીફભાઈ પાયક સહિત ૧૦ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, અગાઉ નજીવા પ્રશ્ર્ને પાડોશમાં રહેતા આરીફ ચાવડા સાથે થયેલી મારામારીમાં આરીફ ચાવડાનું સારવારમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

હત્યામાં સંડોવાયેલા પતિ સહિતનાની ધરપકડ બાદ પરિવાર અન્ય સ્થળે રહેવા ચાલ્યો ગયો હતો. બાદમાં આરોપી વસીમ ખૈબરની પત્નિ રેશ્માબેન સહિતના રિક્ષા લઈ પોતાના ઘરે જઈ પોતાનો સામાન લેવા ગયા હતા. ત્યારે મૃતક આરીફ ચાવડાની હત્યાનો ખાર રાખી પથ્થરમારો કર્યો હતો. અને રેશ્માબેનના ઘર અને સાથે લઈ ગયેલ રિક્ષા ઉપર પથ્થરમારો કરી તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. થોરાળા પોલીસ મથકના P.S.I કે.કે.પરમાર સહિતના સ્ટાફે ફરિયાદને આધારે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200914-WA0085.jpg

Right Click Disabled!