રાજકોટ : હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓના સગા સંબંધીઓ પાસ આપવામાં આવશે

રાજકોટ : હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓના સગા સંબંધીઓ પાસ આપવામાં આવશે
Spread the love

રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં દરરોજ અનેક દર્દીઓ દાખલ થઇ રહ્યા છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા D.C.P મનોહરસિંહ જાડેજા, એડીશ્નલ સુપ્રિટેન્ડેન્ટ મુકેશ પટેલ અને પ્ર.નગર P.I એલ.એલ.ચાવડા વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેમાં કોવીડ સેન્ટર ખાતે વધુ બંદોબસ્તની ફાળવણી કરવા, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ તે માટે સાઈન બોર્ડ મુકવા, વધુ પડતી ભીડ એકઠી થતી હોય જે ઘટાડવા દર્દીઓના સગા સંબંધીઓને પાસ ઇસ્યુ કરવા, ખોટા આંટાફેરા કરતા લોકોને બહાર ધકેલવા સિક્યુરિટી સ્ટાફને સૂચના આપવા, વાહનચોરી, ખિસ્સાકાતરું જેવા બનાવો બનતા અટકે તે સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મહત્વના પોઇન્ટ ઉપર C.C.T.V મુકવા, એન્ટ્રી ગેટ ઉપર મેડિકલ ઇમરજન્સી માટે અડચણરૂપ વાહનો દૂર કરવા, માસ્ક વિના કોઈને સંકુલમાં એન્ટ્રી જ નહિ આપવા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200904-WA0018.jpg

Right Click Disabled!