રાજકોટ B ડિવિઝન પોલીસે મોરબી રોડના શખ્સને દબોચી લઇ કાર કબ્જે કરી

રાજકોટ શહેરમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી બી.ડિવિઝન P.I એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.એફ.ડામોર, A.S.I વિરમભાઇ ધગલ, અજયભાઇ બસીયા, મનોજભાઈ મકવાણા, હેમેન્દ્રભાઈ વાધીયા, જયદીપસિંહ બોરાણા, ચાંપરાજભાઈ ખવડ, સંજયભાઈ મિયાત્રા અને પરેશભાઈ સોંઢીયા સહિતનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. દરમિયાન નંબર વિનાની એસેન્ટ કાર પસાર થતા અટકાવી પોકેટ કોપ આધારે ચેક કરતા આ કાર ૯ તારીખે ચોરી થયેલી હોવાનું જાણવા મળતા કારની ઉઠાંતરી કરનાર ચાલક મોરબી રોડ ઉત્સવ સોસાયટીના હાર્દિક જયંતીભાઈ લીંબાસીયાને દબોચી લઇ કાર કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
