રાજકોટ : B ડિવિઝન પોલીસે હત્યાની કોશિષનાં ગુનામાં નાસતા ફરતા 2 આરોપીઓને દબોચી લીધા

રાજકોટ : B ડિવિઝન પોલીસે હત્યાની કોશિષનાં ગુનામાં નાસતા ફરતા 2 આરોપીઓને દબોચી લીધા
Spread the love

રાજકોટ શહેર બી.ડિવિઝન P.I એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ P.S.I એમ એફ.ડામોર અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે હત્યાની કોશિષનાં ગુનામાં બે મહિનાથી નાસતા ફરતા આરોપીઓ માલધારી સોસાયટીનો ઇમરાન ઉર્ફે ટકો કારૂભાઇ સુલ્તાનભાઈ નારેજા અને અશોક ઉર્ફે વિરમ લાખાભાઇ રાઠોડ લાલપરી નદીમાં છુપાયેલા છે.

આ બાતમી આધારે A.S.I વિરમભાઇ ધગલ, અજયભાઇ બસીયા, મનોજભાઈ મકવાણા, હેમેન્દ્રભાઈ વાધીયા, જયદીપસિંહ બોરાણા, ચાંપરાજભાઈ ખવડ, સંજયભાઈ મિયાત્રા અને પરેશભાઈ સોંઢીયા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યારે રાત્રીના અંધારામાં પોલીસને જોઈ જતા બંનેએ નદીના પાણી, કીચડ, ઝાડી ઝાંખરામાં ભાગવાની કોશિષ કરતા પરેશભાઈ અને સંજયભાઇએ જીવન જોખમે પીછો કરી બંનેને દબોચી લીધા હતા. અને કાયદાનું ભાન કરાવ્યું હતું.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200913-WA0029.jpg

Right Click Disabled!